પૈસાની લેતી દેતી મુદ્દે ભુજના યુવકને માર માર્યો

ભુજ : શહેરમાં મુંદરા રોડ પર મામલતદાર ઓફિસ બહાર રોડ ઉપર યુવાનને બે શખ્સોએ માર માર્યો હતો. પૈસાની લેતી દેતી બાબતે થયેલી બોલાચાલી બાદ બબાલ થતા માર મરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દિનેશ કાલેભાઈ (ઉ.વ.૩૪) (રહે. ભાનુશાલીનગર ભક્તિધામ એપાર્ટમેન્ટ, ભુજ)ને પૈસાની લેતી દેતી બાબતે ઉદયસીંઘ ચલાવને અને રતન ભૂલ નામના બે શખ્સોએ મળીને ધકબુશટ અને લાતોથી માર માર્યો હતો. તેમજ પથ્થર વડે મોઢામાં માર મારતા ઈજાગ્રસ્તને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.