રહીયોલ રેલવે ફાટક પાસે એક રીક્ષાચાલક વિદેશી શરાબ સાથે ઝડપાયો

મોડાસા, અરવલ્લી સરહદી જિલ્લો હોવાથી અહીંથી અવારનવાર વિદેશી દારૂની ખેપ મારતા ઈસમો પકડાતા રહે છે. તાજેતરમાં 7 જુલાઈના રોજ ધનસુરા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે રહીયોલ રેલવે ફાટક નજીક એક રિક્ષા રોકી તલાસી લેતા તેમાંથી ઈંગ્લીશ દારૂ બેગ પાઈપર રૂપિયા 27000 ના મુદ્દામાલ તેમજ CNG રિક્ષા જેની કિંમત 90000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 117000 સાથે આરોપી રિક્ષાચાલક આરિફખાન કાદરખાન પઠાણ રહે. વટવા અમદાવાદ મુળ રહે. દાણીલીમડા અમદાવાદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.