પુત્રએ 80 વર્ષની સગી માતા પર ગુજાર્યો દુષ્કર્મ, બાદમાં માર મારીને ટેન્કમાં નાખી દીધી

સેન્ટિયાગો : ચિલીના લોસ એન્જલ્સ શહેરમાં એક એવી ઘટના બની છે જે સાંભળી ભલ-ભલા વ્યક્તિને ગુસ્સો આવી જાય, આ ઘટના એવી છે જે સાંભળી માનવામાં આવે તેવી નથી પરંતુ આ એક હકીકત છે. અહીં એક વ્યક્તિએ પોતાની 80 વર્ષિય મા સાથે બળાત્કાર કર્યો છે. એટલું જ નહીં, પુત્રએ માને એટલો મારમાર્યો કે, મા ના હાડકા પણ ભાંગી ગયા છે. પાડોશીઓને આ વાતની ખબર ન પડે તે માટે તેણે મા ને એક સેપ્ટિક ટેન્કમાં બંધ કરી દીધી. આ 56 વર્ષિય પુત્રને લાગ્યું કે, તેની માનું મોત થઈ ગયું છે પરંતુ તે બચી ગઈ છે. જ્યારે આ વ્યક્તિ ઘરે ન હતો ત્યારે ખૂબ મહેનતની મા સેપ્ટિક ટેન્કમાંથી બહાર નીકળી ગઈ અને પોલીસને આ વાતની જાણકારી આપી. જ્યારે પુત્રને પોલીસ આવી રહી હોવાની જાણકારી મળી તો, તે પોતે સેપ્ટિક ટેન્કમાં છૂપાઈ ગયો અને તેને ખૂબ મુશ્કેલીથી પોલીસે તેમાંથી બહાર કાઢ્યો. મહિલાએ જણાવ્યું કે, તેનો પુત્ર દારૂડિયો છે. અને હંમેશા નશામાં રહી તેને માર મારે છે.