પતિને જેલમાંથી છોડાવવાની લાલચ આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું

આણંદ, મૂળ રાજસ્થાનની અને હાલ કરમસદ ખાતે એક એપાર્ટમેન્ટમાં ૨૩ વર્ષીય મહિલા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓએ ત્રણ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. સાત મહિના પહેલા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જેમાં ગાંધીનગર પોલીસ તેમના પતિને લઈ ગઈ હતી તે વખત તેઓ પીપળાવ ગામે રહેતા હતા. તેમના પતિના મીત્ર રાજુભાઇ પટેલ અને તેમનો ડ્રાયવર વિનોદભાઈ રાવજીભાઇ ઠાકોર રહે. રાપર, જી.કચ્છ પણ તેમની સાથે અવાર નવાર ઘરે આવતા હોવાના કારણે વિનોદભાઈએ તે મહિલાને ફોન કરી જણાવેલ કે કંઈ કામ કાજ હોય તો જણાવજો. વિનોદભાઈ ઉત્તરાયણ બાદ તેઓના ઘરે ગયેલ હતા અને જણાવેલ કે આપના પતિએ બહુ મોટો ગુન્હો કરેલ હોવાથી જામીન મળે તેમ નથી પરંતુ હું વકીલ રોકી બધો ખર્ચ કરીશ પરંતુ તમો મારી સાથે શારીરીક સંબંધ બાંધો. તે મહિલાઓ ના પાડી હોવા છતા પણ બળજબરી કરી બળાત્કાર ગુજારેલ હતો. અઠવાડીયા બાદ વિનોદ મિત્ર ભરત સાથે આવ્યો હતો અને બળજબરી રાત ગુજરાતી તેનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ લોકડાઉનમાં વિનોદ પોતાના મિત્ર નાગરાજ સાથે આવ્યો હતો અને પાંચ દિવસ રોકાયો હતો. તે વખતે તેણે વકીલ રોકયો છે તેવું કહીને ફરી બળાત્કાર કરેલ હતો. કોરોનાની બિમારી આવતા જેલમાંથી માણસો છોડવામાં આવ્યા હતા તેમાં તેના પતિને પણ છોડવામાં આવ્યો હતો. તેઓના ઘરે જ આવતા મહિલાએ પોતાની સાથે બનેલ ઘટનાક્રમ જણાવ્યુ હતું પરંતુ લોકડાઉન હોવાના કારણે પોલીસ સ્ટેશન જઈ શક્યા ન હતા જેથી આજ રોજ તેમણે સોજીત્રા પોલીસ મથકે જઈ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.