શોલે ફિલ્મના સુરમા ભોપાલી એટલે કે જગદીપનું નિધન

સુપર હિટ ફિલ્મ શોલે ના સુરમા ભોપાલી નો રોલ અદા કરનાર બોલીવુડના કોમેડિયન અભિનેતા જગદીપનું નિધન થયું છે,જગદીપજીનું સાચું નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. તેમનો જન્મ 29 માર્ચ, 1939 ના રોજ મધ્ય પ્રદેશના દતિયામાં થયો હતો. જગદીપજીએ તેમના ફિલ્મજગત ના કરિયર ની શરૂઆત બી. આર. ચોપરા ની અફસાના થી કરી હતી. તેમાં તેમને બાળ કલાકાર તરીકે ભાગ ભજવ્યો હતો. બ્રહ્મચારી ફિલ્મ થી તેમને હાસ્ય કલાકાર તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી. અંદાજ અપના અપના અને પુરાના મંદિર જેવી સુપર હિટ ફિલ્મો મા પણ તેમને ભાગ ભજવ્યો હતો.400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. અને ગઈ કાલે રાત્રે ૮૧ વર્ષના જગદીપએ તેમના મુંબઈ ખાતેના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.

(રિપોર્ટર: ગોહેલ સોહીલ કુમાર)