કોઠ પોલીસે બે જુગારીઓને પકડ્યા એક ફરાર

અમદાવાદ: મહે.આઇ.જી.પી. સા.અમદાવાદ રેન્જ તથા મહે.પોલીસ અધીક્ષક સા.અમદાવાદ ગ્રામ્ય નાઓએ જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નેસ્તનાબુદ કરવા સુચના આપેલ તેમજ મહે.મદદનીસ પો.અધિ.સા.શ્રી સા. ધોળકા વિભાગ, ધોળકા નાઓના માર્ગદર્શન હેઠળ કોઠ પો.સબ.ઇન્સ શ્રી એચ.આર.પટેલ સાહેબને બાતમી હકીકત મળેલ કે  આજરોજ મોટીબોરૂ ગામે નદીના પટમાં આવેલ  સ્મશાનની બાજુમા ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો તીનપત્તીનો જુગાર રમે છે.જેના આધારે કોઠ પો. સબ. ઇન્સ. શ્રીએચ.આર.પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો  સાથે રેડ પાડતા બાતમીવાળી જગ્યાએ બે ઇસમો (૧) તિરથભાઇ ઉર્ફે કોકો પ્રેમજીભાઇ દેવીપુજક (૨) કનુભાઇ ઉર્ફે ઘુઘો અમરશીભાઇ ગોહિલ(કો.પ.) બન્ને રહે.મોટીબોરૂ તા.ધોળકા જી.અમદાવાદ નાઓને ગંજીપાના તથા દાવ ઉપરના તેમજ અંગજડતી માંથી રૂ.૧૦,૭૦૦/- તથા બે નંગ મોબાઇલની કિ.રૂ.૨૫૦૦/- ના કુલ મુદ્દામાલ કિ.રૂ.૧૩,૨૦૦/- સાથે ઇસમને પકડી પાડી તથા એક ઇસમ નાસી છૂટ્યો છે. કોઠ પોલીસ સ્ટેશન મા જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો રજી.કરી કાયદેસરની કાર્યવાહિ કરવામા આવેલ છે.  

કામગીરી કરનાર પોલીસ અધિકારી:- (૧) એચ.આર.પટેલ પો.સબ.ઇન્સ (૨) આ.પો.કો. ખુમાનસિંહ જીલુભા

(રિપોર્ટર : ગોહેલ સોહીલ કુમાર)