વિશ્વમાં કોરોનાના મૃત્યુઆંકમાં ૧ ટકાનો ઘટાડો

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ગયા મહિને વિશ્વમાં કોરોના સંક્રમિત લોકોના મૃત્યુદર ૮ ટકા હતો હવે સાત પર આવી ગયો છે. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં સંક્રમણના અંદાજે એક કરોડ ૨૦ લાખ કેસ આવી ચૂકયા છે અને અંદાજે ૫ લાખ ૫૦ હજાર લોકોના જીવ ગયા છે. હાલના સમયમાં ૨૭ જૂને વિશ્વમાં ૬૮૯૦ના મોત કોરોનાના કારણે થઇ હતી તેમાં હવે ઘટાડો થયો છે. ભારતમાં લોકડાઉન બાદ છૂટછાટ આપ્યા બાદથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે તેની સાથે જ મૃત્યુઆંક વધી રહ્યો છે. તેનાથી વિપરીત અમેરિકા, રશિયા, ફ્રાંસ, સ્પેન અને અન્ય તમામ દેશોમાં મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. હાલમાં બ્રાઝીલ, મેકિસકો અને ભારતમાં મોત સૌથી વધુ થઇ રહી છે. ભારતમાં ગઇકાલે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૪૮૨ લોકોના મોત થયો છે. આ વાયરસ આ મહિનાના પ્રથમ આંઠ દિવસમાં દેશમાં ૩૭૪૯ના મોત થયા છે. વૈશ્વિક આંકડા હિસાબે જોવામાં આવે તો દેશમાં પ્રતિ ૧૦ લાખ ૫૨ હવે મૃત્યુઆંક ૧૫ પર પહોંચ્યો છે. મેના અંતમાં તે પાંચ હતી. બીજી બાજુ આ મામલે વિશ્વના અત્યાર સુધીના અંદાજે ૭૦.૨ કેસ છે તે અંગે કેન્દ્ર સરકાર દેશને બીજાની સરખામણી યોગ્ય કાર્ય કરી છે. આ બધાની વચ્ચે દેશમાં નવા કેસમાં વધારો છતાં કોરોનાને માત આપતા લોકોની સંખ્યા વધી રહી છે. તેની સાથે જ રિકવરી રેટ પણ હવે ૬૧.૫૩ ટકા થયો છે.