સારા વરસાદ વચ્ચે લખપતમાં તીડ દેખાતા ખેડૂતોમાં ભય જોવા મળ્યો

ભુજ : સરહદી લખપત તાલુકામાં મેઘાવી માહોલ અને સારા વરસાદ વચ્ચે ભીડ દેખાતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. લખપતના મુધાન, અટડા, લાખાપર, છેર મોટી, સીયોત, ઘડુલી સહિતના ગામોમાં તીડ જોવા મળ્યા છે. તીડ દેખાતા ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા દવા છંટકાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લાખાપર, સીયોત સહિતના ગામોમાં દવા છંટકાવ કરાયો હતો. દરમ્યાન સરહદી નરા ગામના વિસ્તારમાં પણ તીડના ઝૂંડ ઉડતા જોવા મળ્યા હતા. લખપતના સરહદી ગામોમાં તીડના ઝુંડ જોવા મળ્યા હતા. રણ તીડનો દવા છંટકાવ કરી નાશ કરવામાં આવી રહ્યો છે.