ગાગોદરના સરપંચ સહિત ૯ જુગારી જુગાર રમતા પોલીસના સકંજામાં

ભુજ : તાલુકાના ગાગોદર ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર પર પોલીસે દરોડો પાડીને ગાગોદરના સરપંચ સહિત ૯ ઇસમોને ર.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આડેસર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે ગાગોદરમાં રહેતા પપ્પુ કાલા ભરવાડના મકાનમાં દરોડો પડાયો હતો. પોલીસને બાતમી મળી હતી કે, આ આરોપી પોતાના ઘરમાં બહારથી ખેલીઓ બોલાવીને નાલ ઉઘરાવીને જુગાર રમાડે છે ત્યારે પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને સંચાલક પપ્પુ કલાભાઈ ભરવાડ ઉપરાંત ગાગોદરના સરપંચ દેવાભાઈ રાયમલભાઈ ભરવાડ, જગુભા ચમનસંગ જાડેજા, બાબુ ભગુ ભરવાડ, નવીન ઈશ્વરલાલ ઠક્કર, શક્તાભાઈ રાયમલભાઈ ભરવાડ, હરેશ હીરાભાઈ આહિર, દામજી શિવજી ગડા, અરવિંદસિંહ કલુભા જાડેજાની ધરપકડ કરાઈ હતી. પોલીસે આરોપીઓના કબજામાંથી રોકડ રૂા.ર.૮૦,૪૦૦ તેમજ રૂા.૭,પ૦૦ની કિંમતના પ નંગ મોબાઈલ મળીને કુલ ર,૮૭,૯૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઈ એ.પી. જાડેજા, બલભદ્રસિંહ ઝાલા, જયેશ પરમાર, રાજેશ દેદારિયા, રાજેશ પરમાર, બલભદ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ સોલંકી, વિષ્ણુદાન ગઢવી સહિતની ટીમ જોડાઈ હતી.