ગાય સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરનાર 55 વર્ષનો પુરુષ જેલ હવાલે

images-13-1

એક તરફ ગૌમાંસને લઇને બુમરાણ મચતી હોય છે અને ગાયને માતા કહેવાય એવું રાડો પાડી પાડી ગવાય છે પણ એક સાવ શરમજનક ઘટનામાં 55 વર્ષનાં માણસે ગાય સાથે સંભોગ કર્યો અને અંતે તેના આ વિકૃત કામ બદલ કસ્ટડીમાં લેવાયો છે. ભોપાલની ડેરીમાં બનેલી આ ઘટનામાં સાબિર અલી તરીકે ઓળખાયેલા માણસ સમે ફરિયાદ નોંધાઇ છે. આ ઘટના ચોથી જૂલાઇએ વહેલી સવારે ચાર વાગ્યે ઘટી હતી જ્યારે સાબિરે ડેરીની મુલાકાત લીધી હતી અને તેણે ગાય સાથે આવું અઘટિત કાર્ય કર્યું હતું. ‘ડેરીના માલિક રામ યાદવે તેને પકડ્યો પણ પછી તેને જવા દિધો. બીજા દિવસે રામ યાદવે ડેરીનું સીસી ટીવી ફુટેજ જોયું અને તેને ખબર પડી કે અલીએ ગાય સાથે અણછાજતું કામ કર્યું હતું અને તેણે તરત જ પોલીસને જાણ કરી.’ આ માહિતી અશોક ગાર્ડન પોલીસ સ્ટેશનનાં ઇનચાર્જ આલોક શ્રીવાસ્તવે આપી હતી. રામયાદવે ફરિયાદ નોંધાવી એટલે સાબિર અલીને કલમ 377 હેઠળ ઝડપી લેવાયો હતો. સીસીટીવી ફુટેજને આધારે જ આ ધરપકડ કરાઇ હતી.