વંથલી ટોલનાકા પાસે બાઈક-બોલેરો વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વથલીના ટીનમસ ગામે રહેતા યુવાન અને માતાના મોટર સાઈકલને બોલેરો ચાલકે ઠોકર મારતાં મોસામાં પાછળ બેઠેલા ચાલકને માતાનું મોત નીપજ્યું હતું.આ બનાવની વિગત મુજબ કેશોદથી 15 કિ.મી. દૂર ટોલનાકા પાસેની રુદ્રાક્ષ હોટલ સામે ગત તા. 7-7નાં બપોરના એકના સુમારે ટીનમસના રહીશ અજયભાઈ વલ્લભભાઈ ખાણીયા (ઉ.26) અને તેમની માતા કંચનબેન પોતાના મો.સા. નં. જીજે 11 એએમ 4846માં જઇ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલ બોલેરો વાહન નં. જીજે 22 એબી 7175ના ચાલકે ઠોકર મારતા કંચનબેન વલ્લભભાઈ ખાણીયા (ઉ.50) નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત નોંધાયું હતું. જ્યારે અજયભાઈ વલ્લભભાઈ (ઉ.26)ને ઇજા થવા પામી હતી. કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ પી.એસ.ઝાલાએ તપાસ હાથ ધરી છે. ક્વાર્ટરમાં ચોરી વિસાવદરનાં હાથણી પીપળીયા ગામની નર્સરીમાં નોકરી રકતાં રાજુભાઈ કાનાભાઈ રાઠોડ રહે. જાંબુડી નર્સરીવાળાએ નોંધાવેલી ફરિયાદમાં રાત્રિનાં કોઇ અજાણ્યા ઇસમોએ ક્વાર્ટસમાં લોખંડની ગ્રીલ તોડી રુમમાં રાખેલ કેબલ વાયર, સોલાર પ્લેટ મળી કુલ 31000ની સરકારી ચીજવસ્તુઓની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે તપાસ હાથ ધરી  છે.