નદીમાં પુજાપો પધરાવા જતાં કિશોરી માતાની નજર સામે ડુબી જતાં મોત

વલસાડ, સેલવાસ દાનહના રાખોલી ખાતે કિશોરી નદીમાં પડી જતા મોત થતા ચકચાર મચી જવા પામી હતી ફાયરની ટીમે 5 કલાકની જેહમત બાદ લાશ પાણીમાંથી કાઢી હતી. રાખોલી પોલીસ સ્ટેશનની પાછળ રહતી અલ્પાના અશોક સીંગ (17) ગુરૂવારે બપોરે 12-30 કલાકે દમણ ગંગા નદી કિનારે પૂજાનો સમાન પધરાવવા ગઈ હતી ત્યારે અલ્પનાની માતાએ એને એકલી જવા ના પડી છતાં અલ્પના ઘરેથી નીકળી હતી. એની પાછળ એની નાની બહેન તેમજ માતા પણ ગઇ હતી. અલ્પ નદીકિનારે પહોચી પૂજાની સામગ્રી નદીમાં પધરાવી રહી હતી ત્યારે અચાનક પગ લાપસી જતા નદીમાં પડી ગઈ હતી જેને પડતા જોઇ નાની બહેન અને માતા બંને દોડીને બચવા ગયા હતા પણ અલ્પ પાણીમાં ગરકાવ થઈ ગઇ હતી. ઘટનાની જાણ રાખોલી પોલીસને કરાતા પોલીસ ફાયરના જવાનો સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. 5 કલાકની જહેમત બાદ ફાયરની ટીમે કિશોરીની લાશ નદીમાંથી કાઢી હતી. પોલીસે એડી નોંધી વધુ તપાસ હાથ ધરી છે