ભીલાડમાં સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન ન કરતા 15 ચાલકો પકડાયા

d1066ac73e979ae15a81f4a922ed75bd6fdd768b95375734a2560d348749b98e

વલસાડ, જિલ્લામાં કોરાના વાયરસનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે.કોરાના વાયરસના સંક્રમણને રોકવા માટે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા 30 જૂનના રોજ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું હતું. અને વાહનોમાં સોસીયલ ડિસ્ટન્સ જાળવી કેટલા મુસાફરો બેસાડવા શકે તે જાહેર કરવામાં આવ્યું હતું. ઔધોગિક એકમો ચાલુ થતાં રીક્ષા ચાલકો અને કાર ચાલકો પોતાના વાહનો માં ખીચોખીચ કામદારો ભરી એકમોમાં છોડી જાહેરનામાનું ભંગ કરી રહ્યા હતા.ભીલાડ પોલીસ દ્વારા બુધવાર ના રોજ ભીલાડ સરીગામ વિસ્તાર માંથી જાહેરનામા નો ભંગ કરી ડિસ્ટન્સ ન જાળવતા 15 જેટલા કારને રીક્ષાના ચાલકોને ઝડપી પાડ્યાં હતા.