છેલ્લા સાત વરસથી સગીરાના અપહરણના ગુન્હામાં વોન્ટેડ આરોપીને ઝડપી લેતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોડ
ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ*ભાવનગર રેન્જના જીલ્લાઓમાં ગુન્હો કર્યા બાદ જુદા-જુદા રાજય તથા જીલ્લાઓમાં આરોપી ભાગતા ફરતા હોય જે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જેના ભાગરૂપે આજરોજ *આર.આર.સેલ, ભાવનગર રેન્જના તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબના માર્ગદર્શન અને સુચનાથી સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે મોટા ખુંટવડા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં-૧૧/૨૦૧૩ ઇ.પી.કો. કલમ ૩૬૩,૩૬૬ વિ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી ભરતભાઇ મોહનભાઇ કાત્રોડીયા ઉ.વ.૫૫ રહેવાસી-કલ્યાણપર ગામ, તા.લીલીયા જી.અમરેલીવાળાને તેના ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે. આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચનાથી સ્ટાફના હેડકોન્સ.બાબાભાઇ હરકટ તથા જીતેન્દ્રભાઇ મકવાણા તથા અર્જુનસિંહ ગોહીલ તથા જયેશભાઇ ધાધલ તથા પો.કોન્સ. એઝાઝખાન પઠાણ વિગેરે જોડાયા હતાં
એજાદ સેખ રીપોર્ટર