અમદાવાદ અને રાજકોટ હાઇવે પર બે લૂંટ ચલાવનારી ગેંગ ઝડપાઇ

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી હતી. જેમાં અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર એપલ હોટલ પાસે તથા બગોદરા હરસિધ્ધી હોટલ પાસે હાઇવે રોડ ઉપર આયશર ચાલકને છરીની અણીએ અપહરણ/લુંટ કરી લુંટના બે ગુન્હા ડીટેકટ કરી ચાર આરોપીઓ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગર પકડી પાડયા હતા. ફરીયાદી ડ્રાયવર સહિત કુલ-4 આરોપીઓ અમદાવાદ સરખેજથી લુંટમાં ગયેલ મોબાઇલ, એલઇડી ટીવી, એપલ વોચ કિ.રૂ.4,34,218/- રોકડા રૂ.53,000/- તથા કાર સહિત કુલ રૂ.15,87,218/- ના મુદામાલ સાથે ઝડપાયા હતા.તાજેતરમાં ગઇ તા.01/07/2020 ના રોજ લીંબડી ને-હા રોડ ઉપર આવેલ એપલ હોટલ નજીક આયશર ગાડી નં- જીજે-04-એચ.ટી-5500 ને મહિન્દ્રા એકસયુવી 300 કાર નં-જીજે-01-કે ડબલ્યુ-5291 વાળાએ ઓવરટેક કરી ગાડી ઉભી રખાવી અજાણ્યા આરોપીઓએ આયશર ચાલક તથા કલીનરને છરી બતાવી આયશર વાહન સાથે ત્યાથી અપહરણ કરી ડોળીયા બાઉન્ડ્રી નજીક હાઇવે પર લઇ જઇ આયશરમાં ભરેલ કુરીયર કંપનીનો મોબાઇલ ફોન, એલ.ઇ.ડી. ટી.વી, એપલ વોચ, આઇપેડ, મોબાઇલ સ્પેરપાર્ટસ, કોમ્પ્યુટર સ્પેરપાર્ટસ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.2,63,000/- નો મુદામાલ લુંટ કરી નાશી ગયેલ જે અંગે મહિન્દ્રા એકસયુવી 300 કાર ચાલક તથા અન્ય અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આયશર ચાલક દ્રારા જોરાવરનગર પો.સ્ટે. ગુ.ર.નં-11211025200388 ઇ.પી.કો કલમ-392, 365, 506(2), 114 મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ છે.તેવી જ રીતે ગઇ તા.22/06/2020 ના રાત્રીના કલાક.21/15 થી કલાક.21/45 દરમ્યાન અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર કલ્યાણગઢ નજીક હરસિધ્ધી હોટલ પાસે રોડ ઉપર આયશર નં-જીજે-01-એચેટી-3203 વાળાના ચાકલને કાળા કલરની ફોરવ્હીલ ગાડીના ચાલકે ઓવરટેક કરી ગાડી ઉભી રખાવી અજાણ્યા આરોપીઓએ આયશર ચાલકને છરી બતાવી આયશર વાહનમાં રહેલ જીયો કંપનીના સીમકાર્ડ ભરેલ બોક્ષ નંગ-9 કિ.રૂ.94,500/-ની લુંટ કરી નાશી ગયેલ જે અંગે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ આયશર ચાલક દ્રારા બગોદરા પો.સ્ટે. ગુ.ર.નં-11192010200238 ઇ.પી.કો કલમ-395, 397 મુજબનો ગુન્હો રજી. કરાવવામા આવેલ છે. સરખેજ પો.સ્ટે. ના સંતોષીનગર વિસ્તારમાં તપાસ કરતા આરોપી (1) શિવમ ઉર્ફે શિવો ભાવેશભાઇ પટેલ ઉવ.24 ધંધો.મજુરી રહે.120, સંતોષીનગર ધોળકા રોડ, જીવનદીપ હોસ્પિટલની સામે સરખેજ તથા (2) કિરણ લલિતભાઇ પરમાર ઉવ.20 રહે.હરીવિલા સોસાયટી, ક્રિષ્ના એવન્યુની પાછળ જી-9 મહેશભાઇ ભરવાડના મકાનમાં સરખેજ તથા (3) દુપેશ ત્રિભોવનભાઇ જાદવ ઉવ.22 ધંધો.મજુરી રહે.ખોડીયાર કોમ્પ્લેક્ષ, ફલેટ નં-5 દેનાબેન્ક સામે સરખેજ (4) રાહુલ જ/ઘ નરભેરામ તુલશીદાસ પરમાર ઉવ.20 રહે. નવી ફતેવાડી, આઝાદનગર સોસાયટી, ક્રિષ્ના રો-બંગલોની બાજુમાં મેલડીમાંના મંદિર પાસે સરખેજ અમદાવાદ શહેર નાઓને પકડી મજકુર આરોપીઓના કબ્જા ભોગવટામાંથી (1) લાવા કંપનીના મોબાઇલ નંગ-14 (2) આઇટેલ કંપનીના મોબાઇલ નંગ-13 (3) રીયલમી કંપનીના મોબાઇલ નંગ-6 (4) ઓપો કંપનીના મોબાઇલ નંગ-5 (5) વીવો કંપનીના મોબાઇલ નંગ-3 (6) વનપ્લસ 8 પ્રો મોબાઇલ નંગ-1 (7) એપલ કંપનીની એપલ વોચ- સીરીઝ-3 નંગ-4 (8) 2 ટીડી સાટા હાર્ડડીસ્ક એચજીએસટી કંપનીની નંગ-5 (9) નેક્ષ્ટવ્યુ કંપનીના એલ.ઇ.ડી. ટી.વી. નંગ-4 (10) એપલ કંપનીનુ 11 ઇંચનુ આઇપેડ નંગ-1 એમ મળી કુલ કિ.રૂ.4,34,218/- તથા રોકડા રૂ.53,000/- તથા ગુન્હામાં વપરાયેલ મહેન્દ્રા એકસયુવી-300 ગાડી નં-જીજે-01-કે ડબલ્યુ-5291 કિ.રૂ.11,00,000/- એમ કુલ રૂ.15,87,218/- નો મુદામાલ કબ્જે કરવામા આવેલ છે.