ગાંધીધામમાં ખુલ્લે આમ અસામાજીક તત્વોએ દુકાન તોડી સાથે બે લોકો પર કર્યો હુમલો.
ગાંધીધામ, તા. ૧૫. ગાંધીધામ- આદિપુરમાં માથાભારે અસામાજીક તત્વો હવે તે હદને પાર કરી રહ્યા છે. ગાંધીધામના લીલાશાનગરમાં આવેલા એક પ્લોટ અંગે કોર્ટમાં હજીયે દાવો ચાલી રહ્યો છે. તેવામાં જ મધ્યરાત્રી ના સમય ૧૫ થી ૨૦ શખ્સોએ મંડળી રચી દુકાનને તોડી નાખી હતી. જાહેરમાં ખુલ્લેઆમ પાકુ બાંધકામ તોડી સાથે જ બે વ્યક્તિઓ ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે જણાવ્યુ હતું કે, ફરિયાદી રામદેવસિંહ બળદેવસિંહ જાડેજા તથા બીજા એક વ્યક્તિ અશ્વિનસિંહ જાડેજા પર હુમલો કરાયો હતો. ફરિયાદ બાદ આ ૧૩ શખ્સો ઝડપાયા હતા. કરીમ ભચુ મમણ,સરફરાઝ ઇબ્રાહીમ ત્રાયા,રમજુ સુમરા સાલે સુમરા, રાજીદ સાલેમામદ મિયાણા, જાબીર અબ્દુલ મોખા,ઈમરાન હાજી અબડા, અબ્દુલ રહેમાન ઇબ્રાહીમ મમણ ,દીદાયન અજીત મમણ , અયુબ મમદ જુમા મમણ, પ્રવીણ રવીલાલ ગાલા, સફરાઝ સીદીક ગગડા,રહીમ જુમા કેવર, તથા રહીમ જુસબ મમણ આ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા. તથા ધર્મેશ દોશી અને કેતન દોશી હજુ પણ ફરાર છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર TV ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.