કંડલાના મધ્ય દરિયામાં ઓઇલના જહાજમાં અચાનક આગ લાગતાં ૨૬ ક્રૂ મેમ્બરમાંથી ૧ નું થયું મોત.

ગાંધીધામ : બુધવારના સાંજે ૬:૩૦ વાગયાના અરસા દરમ્યાન મુંબઈથી ડીઝલ ભરેલું આ જહાજ દીનદયાલ પોર્ટ, કંડલા આવી પહોંચેલું  ભારતનો ફલેગ ધરાવતું જીનોસા ટેન્કર જહાજ પોર્ટમાં બર્થીંગ કરવા માટે વેઇટિંગ કરી રહ્યું હોવાથી ઓરબીટીમાં લંગરનાખેલ હતું ત્યારે અચાનક તેના એન્જિનના રૂમમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. મશીનની કામગીરી દરમ્યાન ઘર્ષણથી આવું થઈ રહ્યું છે માની ક્રૂ મેમ્બર સ્થળ પર પહોંચ્યા ત્યારે આગની જ્વાળાઓએ ગંભીર અને વિકરાળ રૂપ લઈ લીધી હતી. આ અંગે નજીકના બન્ને પોર્ટ ડીપીટી અને અદાણિને મેસેજ કરી જાણ કરાઇ હતી. પોર્ટ દ્વારા એસઓએસનો સંદેશ મોકલી આસપાસના જહાજ, ટગને મદદ માટે પહોંચવા જાણ કરાઇ હતી. ૭:૧૫ ના અરસામાં નજીકનું એક ટગ અને ત્રણ બીજા ટગ ફાયરફાઇટરની ટીમની ટુકડી સાથે સ્થળે પહોંચી આવી હતી. જ્યાં મોડી રાત સુધી આગ ઉપર કાબૂ મેળવવા ફોમ અને પાણી વડે પ્રયાસ ચાલી રહ્યા હતા. આ જહાજના એજન્ટ કંપની એટલાંક શીપીંગનો સંપર્ક કરી તો તેમણે જહાજ મુંબઈથી આવ્યું હોવાનું અને તેની અંદર ૩૦ હજાર એમટી ડીઝલ ભરેલું હોવાનું જણાવ્યું હતું. પોલીસના સૂત્રોએ અંદર ૨૬ ક્રૂ મેમ્બર ઘટના સમય જહાજમાં સવાર હતા અને તેમાંથી બે ક્રૂ મેમ્બર દાઝી ગયાનું હોવાથી સારવાર અર્થે કંડલા ખસેડાયાનું અને બાકી તમામ સહી સલામત હોવાનું જણાવ્યું હતું. તો દાઝી ગયેલ ક્રૂ મેમ્બરમાંથી  એકનું મોત નીપજયું છે. પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ મોડી રાત સુધી આગ ઉપર સંપુર્ણ કાબૂ લાવવાની કોશીસ ચાલુ હોવાની અને આગના કારણે આસપાસ નુકશાન ન થાય અને તેને બુઝાવી શકાય તે માટે ઓબીટીથી દૂર ખસેડવામાં આવ્યું હતું . દીનદયાલ પોર્ટના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું હતું કે,રાત્રે ૧૧:૨૦ ના સમય એ આગ કાબૂમા આવી હતી.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *