ચોટીલા તાલુકાના ચાણપા હેડ વકર્સની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચાણપા ખાતે પાણી પુરવઠા યોજનાના હેડ વર્ક્સની મુલાકાત લઈ લોકોની પીવાના પાણીની તકલીફના નિવારણ માટે બનાવવામાં આવેલ પાણી પુરવઠાના કામોની જાત માહિતી મેળવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ સબંધિત ગામ સુધી પુરતા પ્રેસરથી પાણી પહોંચે અને લોકોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે આ યોજના અન્વયે બનાવવામાં આવી રહેલ સમ્પના કામથી માહિતગાર બની ઉપસ્થિત પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓને કોઈપણ ગામમાં પીવાના પાણીની તકલીફ ન પડે તે જોવા અનુરોધ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાણપા હેડ વકર્સ પાસે બનાવવામાં આવી રહેલ પાણી પુરવઠા યોજનાના સમ્પ થકી ચોટીલા તાલુકાના ૮૧ ગામ અને ચોટીલા શહેરને પાણી પુરૂ પાડવામાં આવશે. ઉપરાંત મંત્રીશ્રીએ મુળી તાલુકાના ગામોમા પીવાના પાણીની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને કોઈપણ ગામમાં પીવાના પાણીની તકલીફ ન રહે તે બાબતની સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેરશ્રી એન. જે. પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી જી.એન. પટેલ, મોરબી કાર્યપાલક ઈજનેરશ્રી પરસોત્તમ સોલંકી, ચોટીલા પ્રાંત અધિકારીશ્રી આર.બી. અંગારી, વાસ્મો કાર્યપાલક ઈજનેરશ્રી પ્રિતિબેન ચૌહાણ સહિત પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ તથા કમર્ચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા