કોરોના પોઝીટીવ ૧૫ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ
સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ૩૧ વર્ષીય કરણ બારોટ, ૪૧ વર્ષીય નયનાબેન હિરેનભાઈ, ૩૦ વર્ષીય સતીષભાઈ વાસુદેવભાઈ, ૨૮ વર્ષીય ફાહીમ ફકીર મહમંદભાઈ, ૩૧ વર્ષીય વિપુલકુમાર પારઘી, ૨૬ વર્ષીય હેતલબેન શાહ, ૨૮ વર્ષીય વિમલભાઈ સોની, ૨૭ વર્ષીય જયેન્દ્રભાઈ કરશનભાઈ અને ૫૫ વર્ષીય કેતનભાઈ શાહ તથા ધ્રાંગધ્રા તાલુકાના વતની ૩૩ વર્ષીય સુરેશભાઈ રસીકભાઈ અને ૩૩ વર્ષીય નાઝીયાબેન ડોડીવાડીયા તેમજ પાટડી તાલુકાના સેડલા ગામના વતની ૪૦ વર્ષીય લાડુબેન બિસમિલ્લાખાન અને વઢવાણ તાલુકાના વતની ૧૮ વર્ષીય ઘનશ્યામભાઈ ગઢવી તથા મોરબી જિલ્લાના હળવદના વતની ૩૧ વર્ષીય હનીફાબેન મહંમદભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ પંદર દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા ૯ જુલાઈ -૨૦૨૦ના રોજ કોવિડ હોસ્પિટલ – સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા