અમરેલીમાં અધિકારીઓ પર હૂમલો કરનાર પકડાયા

અમરેલીના ખાણ-ખનીજ વિભાગના અધિકારી ઉપર જીવલેણ હુમલો કરનાર 3 આરોપીઓની પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન તળે એસઓજીના પીએસઆઈ એમ.એ. મોરી અને ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. અમરેલી ખાણ-ખનીજ વિભાગના અધિકારી થોડા દિવસો પહેલા શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરી અટકાવવા જતાં 3 શખ્સોએ તેમના પર હુમલો કરી નાશી છૂટતા આ અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીએ તાલુકા પોલીસ સ્ટેશનમાં મહાવીર ઉર્ફે છગન વાળા, રહે. તરવડા, જયરાજ વાળા રહે. તરવડા અને રાજદિપ ધાધલ રહે. માલસીકા વિરૂઘ્ધ ગુન્હો નોંધાવતા એસઓજીએ તમામ આરોપીઓને શેત્રુંજી નદીના પુલ નીચેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.