ધ્રાંગધ્રામાં યુવાનને દુધરેજ કેનાલમાં ઝંપલાવી કરી આત્મહત્યા

સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલમાં ધ્રાંગધ્રાના યુવાનની લાશ કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેર અનેકવાર અગમ્ય કારણ સર નવયુવાનો કેનાલ કે ડેમનો સહારો લઈ મોતને વહાલુ કરતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ના રોનક ધીરજલાલ ઉંમર 21 વર્ષના યુવાનો દુધરેજ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી કેનાલના જાહેર રસ્તા પર નિકળતા રાહદારીઓ અને વાહનચાલકોના ટોળેટોળા ઉમટી પડયા હતા નર્મદા કેનાલમાં છલાંગ લગાવેલા યુવાન ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા સુરેન્દ્રનગર ફાઈર ફાઈટરની ટીમને જાણ કરતા ઘટના સ્થળે દોડી જઈ તરવૈયાની ટીમે કેનાલમાં પડેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. અંતે સુરેન્દ્રનગર ફાઈટરની તરવૈયા ટીમ દ્વારા ડુબેલા યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પીએમ અર્થે આ યુવાની લાશને શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ઘટના બાબતે સુરેન્દ્રનગર ની ફાયરટીમ આર.કે ઝાલા ની સુચના થીચેતનભાઈ, સંજયભાઈ, દિગુભા પ્રતિપાલસિહ,વિજયસિંહ રાહુલભાઈ ગોપાલભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી.