આઈઆઈટી ગાંધીનગરમાં વિદ્યાર્થીની તથા સુરતમાં ચાર્ટર્ડ એન્કાઉન્ટન્ટ યુવતીની આત્મહત્યા

આઈઆઈટી ગાંધીનગરમાં પીએચડીનો અભ્યાસ કરતાં પશ્ચીમ બંગાળની 32 વર્ષીય યુવતીએ ‘આઈ કવીટ’ લખતી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેના આપઘાતનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી છે. અન્ય બનાવમાં સુરતમાં રહેતી 26 વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ યુવતીએ પૂર્વ કંપ્નીનાં પાર્ટનર દ્વારા અપાતી ધમકીથી કંટાળીને જિંદગી ટુંકાવી લીધાનું સામે આવ્યું છે. આ ઘટનાની વિગત એવી છે કે, મૂળ પશ્ચીમ બંગાળની અને આઈઆઈટી ગાંધીનગરનાં કેમ્પસમાં રહીને પીએચડીનો અભ્યાસ કરતી પીયુ ઘોષએ 6 જુલાઈના રોજ પોતાના રહેણાંકની દિવાલ પર ‘આઈ કિવટ’ લખીને આપઘાત કરી લીધો હતો. આઈઆઈટી ગાંધીનગરમાં ઈલેકટ્રીક એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટમાં પિયુ પીએચડીનો અભ્યાસ કરતી હતી. ગાંધીનગર પોલીસના જણાવ્યા મુજબ, નતેણે દિવાલ પર નઆઈ કિવટથ અને તેની ચીજવસ્તુઓ જરૂરિયાતમંદને આપવામાં આવે તથા તેનુ અંગદાન કરવામાં આવે તેવું લખીને તેણે આ પગલુ ભરી લીધું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, પિયુએ આ પગલુ ભર્યાના થોડા દિવસ પહેલાં જ તેના માતા-પિતાના ઘરેથી પરત ફરી હતી. લોકડાઉન અને ઓનલાઈન કલાસનાં પગલે કેમ્પસમાં બહું જૂજ વિદ્યાર્થીઓ રહે છે. હજુ આપઘાત કરનાર પિયુનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. આપઘાતનું કારણ અકબંધ રહેતા ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે.અન્ય એક બનાવમાં, સુરતની ધર્મરાજ સોસાયટીમાં રહેતી પંચીલા લુણાગરીયા (ઉ.વ.26) એ 30 જૂનનાં રોજ ગળેફાંસો ખાઈ જીંદગી ટુંકાવી લીધી હતી. આ બનાવમાં આપઘાત કરનાર પંચીલાના માતા-પિતાએ સંજય અગ્રવાલ, સુષાર વેગડ અને આલોક ધાંધણીયા વિરુદ્ધ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો. માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો કે 24 જૂનનાં રોજ ‘અગ્રવાલ’નાં મેનેજીંગ પાર્ટનર સંજય અગ્રવાલે પંચીલાને ફોન કરીને તેને નોકરી પરત ફરવાનું કહીને કાયદાકીય પ્રક્રિયા કરવાની ધમકી આપી હતી. 23 જૂનનાં રોજ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલી પંચીલાને સંજયે ત્યાં જઈને બધા વચ્ચે અપમાનીત કરી હતી. જેનાથી ડઘાઈ ગયેલી પંચીલાએ એ જ દિવસે રાજીનામુ ધરી દીધુ હતું. 24 જુલાઈએ અગ્રવાલને કાયદાકીય કાર્યવાહી કરવાની ધમક આપી તેનું સીએનું લાયસન્સ રદ કરવાની ચીમકી આપી હતી. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.