અમદાવાદના માધુપુરામાં 2 પરિવારો વચ્ચે પાણીના કનેકશન બાબતે ખૂની હુમલો કરાયો

અમદાવાદ, અમદાવાદ શહેરના માધુપુરા એરિયામાં બે પરિવારોની વચ્ચે પાણીના કનેક્શનને લઈને અવારનવાર ઝગડાઓ થતા રહેતા હતા, આજે તો એ ઝગડાએ હિંસક રૂપ ધારણ કરતા બંને પરીવારો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થતા એક પરિવારની પત્ની, તેનો ભાઈ અને પતિ દ્વારા બીજા પરિવારના એક યુવક ઉપર હિંસક હુમલો કર્યો હતો. યુવકને માથાના ભાગે પાઈપના ફટકા મારતા યુવક લોહીલુહાણ થઇ જતા તરત તેને પાસેની એક હોસ્પીટલમાં પહોચાડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક સારવાર મળતા તે યુવકનો જીવ બચી જવા પામ્યો છે. માધુપુરા પોલીસને બનાવની જાણ થતા, તે ઘટના સ્થળે પહોચીને બંને પક્ષની વાતો સાંભળીને બંને પક્ષોની ફરિયાદ લઈને આગળની તપાસ શરુ કરી છે. હવે પરિણામ જે પણ આવે પરંતુ બંને પરિવારો વચ્ચે વયમનસ્ય ઘટવાનું નામ નથી લઇ રહ્યું.