વેરાવળના બસ ડેપો પાસેથી ફરાર શખ્સ પકડાતા પૂછપરછ

ગીર-સોમનાથ એસ.ઓ.જી. બ્રાન્ચે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળ બસ સ્ટેશન પાસેથી કોડીનાર પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધેલ છે.ગીર-સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી દ્વારા જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા અપાયેલ સુચના અનુસંધાને એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ.વાઘેલા, પી.એસ.આઇ. વી.આર.સોનારા, એ.એસ.આઇ. એલ.ડી.મેતા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદભાઇ વંશ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન બાતમીના આધારે કોડીનારના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ રાયજાદા ઉ.વ.35 રહે.કોયલાણા, તા.કેશોદ વાળા ને વેરાવળ બસ સ્ટેશન પાસેથી સી.આર.પી.સી. કલમ 41-1 આઇ મુજબ ઝડપી લઇ કોડીનાર પોલીસને સોપવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.