સૌરાષ્ટ્રમાં ખેતી કામ માટે ગામ બોલાવ્યો અને દગો કરી ઘરમાંથી 11 લાખ રોકડા-દાગીના લઇ મિત્ર નાસી છૂટ્યો

સૌરાષ્ટ્રવાસીઓ સંબંઘ નિભાવવામાં હાથ માંગે ને હૈયુ આપી દે તેવું ઉદાર વ્યતકતિત્વ ઘરાવે છે. આવા વ્યોકતિત્વ નો જ ઘણીવાર શાતીર લોકો ફાયદો ઉઠાવી જાય છે. ત્યા રે વર્તમાના ડીજીટલ યુગમાં લાંબી ઓળખ વગરના સોશીયલ મીડીયા પ્લેતટફોર્મ થકી બંઘાતા સંબંઘો દેખાવ પુરતો હોય છે. ત્યાુરે સમાજને ચેતવતો કીસ્સોય સોમનાથ ભુમીના લોઢવા ગામના ખેડુત સાથે બનેલ છે. આ અંગેની માહિતી આપતા સુત્રાપાડાના પી.એસ.આઇ. હેરમાએ જણાવેલ કે, લોઢવામાં રહેતા ખેડુત રમેશભાઇ રામભાઇ કછોટને એકાદ વર્ષ પૂર્વે મોબાઇલમાં ફેસબુકના માધ્યમથી પંજાબના ગુરૂદાસપુરમાં રહેતા નીકોલ અરોરા નામના ર0 વર્ષીય યુવાન સાથે દોસ્તી થયેલ હતી. બંન્નેા કયારેક-કયારેક મોબાઇલ પર વાતચીત કરતા હતા. જેથી રમેશભાઇ એ મિત્રતાના ભાવે નિકોલને કહેલ કે, તું અહીં આવી જા અને અહીં મારા ખેતરમાં મારી સાથે ખેતી કામ કરજે અને આ સાથે નિકોલને અહી આવવા માટે તેના ખાતામાં રૂા.1પ00 ની રકમ જમા કરાવી હતી. જેથી ત્રણ દિવસ તા.8 જુલાઇની રાત્રીના નિકોલ ગુરૂદાસપુરથી અહીં લોઢવા આવેલ હતો.
બીજા દિવસે સવારે નિકોલ ઘરમાં સુતો હોવાથી રમેશભાઇએ તેને એક દિવસ આરામ કરી લે અને કાલથી ખેતરમાં કામ કરવા આવજે તેમ જણાવ્યાક બાદ ખેડુત પરીવારના તમામ સભ્યોત ખેતીકામ અર્થે ખેતરમાં ગયા હતા. ખેડુત પરીવાર સાંજે પરત ફરેલ ત્યાીરે ઘરમાં નિકોલ જોવા મળેલ નહીં અને ઘરમાંથી રોકડ-દાગીનાની ચોરી થયાની ખબર પડી હતી જેથી તુરંત નિકોલના ફોટા સાથે રમેશભાઇ કછોટ પોલીસ સ્ટેાશને દોડી આવી ઉપરોકત હકકીત વર્ણવી હતી.
ખેડુત રમેશભાઇની હકકીતના આઘારે ગુરૂદાસપુરના રહીશ નિકોલ અરોરાનો ફોટો સોશીયલ મીડીયામાં વાયરલ કરવાની સાથે રાજયભરના પોલીસ સ્ટેરશનોમાં મોકલી તેની તપાસ હાથ ઘરી હતી. જેમાં સર્વેલન્સાના આઘારે નિકોલનું લોકેશન પાલનપુરમાં હોવાનું ટ્રેસ થતા તાત્કા લીક ત્યાંલની પોલીસનો સંપર્ક કરી જાણકારી આપી હતી. જેના આઘારે ત્યાોંની પોલીસે પાલનપુર ખાતે ટ્રેનમાં બેસેલ નિકોલને ઝડપી લીઘો હતો. અત્રે લાવવા સુત્રાપાડા પોલીસની ટીમ પાલનપુર પહોંચી ગયેલ અને હાલ અત્રે પરત લાવી રહી છે. અને નિકોલના ભુતકાળ વિશે વઘુ જાણકારી તે અત્રે આવશે ત્યોરબાદ પુછપરછમાં સાચી હકકીતો જાણવા મળશે.
આ બનાવમાં પંજાબનો મિત્ર નિકોલ શાતીર મગજનો હતો. ઘરફોડીને અંજામ આપ્યાથ ગયા બાદ નિકોલે પોલીસથી બચવા માટે અને કોઇને શંકા ન જાય તે માટે યુવતિઓના કપડા પહેરી છોકરીનો વેશ ઘારણ કરી ટ્રેનમાં બેસી જઇ મુસાફરી કરી રહેલ હતો. દરમ્યામન પાલનપુર રેલ્વે પોલીસ ટ્રેનમાં ચેકીંગ કરી રહેલ ત્યાપરે છોકરીના વેશમાં રહેલ નિકોલના હાથમાં ચિત્રાવેલ ટેટુ પરથી પોલીસને શંકા જતા તેની પુછપરછ કરતા ભાંડો ફુટી જતા તેની અટક કરી લેવાઇ હતી.
આ બનાવ બાદ ફરીયાદી રમેશભાઇ કછોટના ઘરમાંથી રૂા.11 લાખ જેટલી મોટી રોકડ અંગે અનેક સવાલો ઉઠયા હતા. જો કે, આ અંગે મળતી માહિતી મુજબ રમેશભાઇ કછોટ તે વિસ્તાટરમાં લાંબા સમયથી કળીયાનું કામ કરી રહેલ છે. તેમને વેરાવળમાં એક મકાન લેવા માટે પસંદ કર્યુ હોય જેની રકમ બે-ચાર દિવસમાં ચુકવવાની હતી. જેથી તે વિસ્તાહરમાં રમેશભાઇએ છેલ્લા થોડા વર્ષે દરમ્યાટન કરેલ કળીયા કામની મજુરી પેટેની રકમની ઉઘરાણી કરી એકત્ર કરેલ તે રકમ હતી.