ઉનાના સોનારી ગામે જાહેરમાં જુગાર રમતા 10 ઇસમો ઝડપાયા

ઊના તાલુકાના સોનારી ગામે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા રોકડ રકમના મુદામાલ સાથે દશ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મુકેશ દેવાત ચારણીયા રહે. સોનારી, નાનુ રામ બાંભણીયા, હર્ષદ ભાણા બાંભણીયા રહે.કાજરડી, પાચા રણશી ચૈહાણ રહે. ભીંગરણ, ભરત ધીરૂ ચૈહાણ રહે.સોનારી, રમેશ ઉર્ફે જગદીશ દુદાભાઇ મજેઠીયા રહે. કાજરડી, પ્રવિણ ગોવીંદ ચૈહાણ રહે.સોનારી, ગોપાલ સામત મકવાણા રહે. નાથળ, જીવા મસરી સોલંકી, કરશન હમીર ડાભી રહે.સોનારી ગામમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમાતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી રોકડ રકમ સહીત કુલ રૂ. 24,010 નો મુદામાલ સાથે દશ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.