ભચાઉ બાદ મનફરામાં માછલીઓનો વરસાદ પડતાં ગ્રામજનો ચોંકયા

પૂર્વ કચ્છના ભચાઉમાં બે દિવસ અગાઉ માછલીઓના વરસાદ બાદ મનફરા નજીક પણ માછલીઓનો વરસાદ થયાનું ગામ લોકોએ જણાવ્યું હતું. આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે ખાબોચિયામાં બાળકો માછલી પકડતા જોવા મળ્યા હતા. ભચાઉના તરઘડી વાડી વિસ્તારમાં થયેલા માછલીઓના વરસાદ બાદ તાલુકા ના મનફરા ગામમાં પણ ગઈ કાલે વરસાદ પડ્યા સાથે માછલાં પડ્યા હતા. આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા રાહુલ રાઠોડ અને મેઘજી પરમારે જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રની પાછળના ભાગે વરસાદી ખાબોચિયામાં સંખ્યાબંધ મૃત માછલાં જોવા મળ્યા હતા તેમજ જીવિત માછલીઓને પકડતા બાળકો પણ જોવા મળ્યા હતા. તાલુકાના લાખાવટ ગામ નજીક પણ માછલી નો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું. સામાન્ય રીતે “માછલીનો વરસાદ” ત્યારે થાય છે જ્યારે પ્રમાણમાં છીછરા પાણી ઉપર વમળનું દબાણ સર્જાય છે અને પાણી, માછલીઓ અને દેડકા સહિતના પાણીમાં ચુસાઈ જાય છે. જ્યારે દરિયાઇ જીવન વાદળોને બફેટ કરીને લાંબી અંતર વહન કરી શકે છે ત્યારે પણ પાણીની આવક અટકવાનું બંધ કરે છે.