મોબાઈલ ફોન ચોરતા ૦૩ ઈસમોને ઝડપી પાડતી બોટાદ ટાઉન પોલીસ ટીમ

  ભાવનગર રેન્જ ડી.આઈ.જી.પી.શ્રી અશોકકુમાર સાહેબ અને  બોટાદ પોલીસ અધીક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ મોબાઈલ ફોન ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી શ્રી રાજદિપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર.બી.કરમટીયા તથા સ્ટાફના માણસોએ બોટાદ શાકમાર્કેટમાં મોબાઈલ ચોરતા ત્રણ ઈસમની ધરપકડ કરેલ છે.

ગૂન્હો આચરવાની રીત

ભીડભાડ વાળા માર્કેટ વિસ્તારમાં ગીચતાનો લાભ લઈ ખરીદી કરતા લોકોની નજર ચૂકવી મોબાઈલ ફોનની ચોરી કરી લેવી.

આરોપીઓના નામ

1 વિજયભાઈ ઉર્ફે ભોલો રાજુભાઈ સોલંકી જાતે દે,પુ ઉ.વ.૨૦ રહે-બાબરા કરિયાણા રોડ પાણીની ટાંકી પાસે બાબરા તા.બાબરા જી.અમરેલી

2 દિવ્યાબેન ડો/ઓ લવજીભાઈ સોંલકી જાતે દે.પુ.ઉ.વ.૨૨ રહે-બાબરા કરિયાણા રોડ પાણીની ટાંકી પાસે બાબરા તા.બાબરા જી.અમરેલી

3 કંકુબેન ઉર્ફે શંકુ વા/ઓ વિજયભાઈ રાજુભાઈ સોલંકી જાતે દે.પુ.ઉ.વ.૨૦ રહે-બાબરા કરિયાણા રોડ પાણીની ટાંકી પાસે બાબરા તા.બાબરા જી.અમરેલી

આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલની વિગત 

1 એક સી.એન.જી.ઓટો રિક્ષા જેનો રજી નંબર-GJ-03-BU-1045

2 એક સેમસંગ કપંનીનો વ્હાઈટ કલરનો મોબાઈલ ફોન જેનો IMEI NO-(1)356129104910671/01 IMEI NO-(2)   356130104910679/01

3એક સેમસંગ કંપનીનો કાળા કલરનો ફોન જેનો IMEI NO-86926003221979

4 એક JIO કંપનીનો કાળા કલરનો ફોન જેનો IMEI NO- 911651953487574

 આ કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓ

H.C.ભગવાનભાઈ ભીલ P.C.ભાવેશભાઈ શાહ 

P.C.ઋષિરાજસિંહ ગોહિલ P.C.કુલદિપસિંહ વાઘેલા P.C.વનરાજભાઈ ડવ P.C.ગોકુલભાઈ ઉલવા P.C.ભુમિકાબેન મકવાણા

રિપોર્ટ. ઉમેશ ગોરાહવા  બોટાદ, બરવાળા