રાજસ્થાનથી ગૌવંશ કતલખાને લઇ જતું કન્ટેનર વડોદરા પાસે પકડાયું

રાજસ્થાનમાંથી એક કન્ટેનર ગૌવંશ ભરીને કતલખાને લઇ જવાઇ રહ્યું હોવાની બાતમી મળતાં ગૌરક્ષકોએ સતત બાર કલાકની વૉચ રાખી પિછો કરી એક્સપ્રેસ હાઇવે પરથી ઝડપી લઇ પોલીસને સોંપ્યું હતું. કન્ટેનર બનાસકાંઠાની હદમાંથી પસાર થવાનું હોવાની બાતમી મળતાં ભાવનગરના જીવદયા પરિવારના સંદિપદાન ગઢવી અને દિનેશભાઇએ બનાસકાંઠાના ગૌરક્ષકોને જાણ કરી હતી. થરાદના જગદીશસિંહ રાજપુત, હાજાજી રાજપુત, દેવરામ મિસ્ત્રી, મયુર ભાટી (વાવ) તથા કનાભાઇ રાજપુત, નરેશભાઈ બ્રાહ્મણ, રાજુભાઇ માળી, સાગરભાઇ વ્યાસ, મનોજભાઈ સોની, જયેશભાઇ, મહેન્દ્રસિંહ સહિતે અમીરગઢ અને સાંચોર બોર્ડર પર વૉચ ગોઠવી હતી. ભાવનગર તેમજ થરાદથી વડોદરા સુધી ગૌરક્ષકોએ ખાનગી બાતમીના આધારે સતત 12 કલાક પિછો કરી શનિવારે બપોરે અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક UP27T2101 નંબરના કન્ટેનટરને ઝડપી પાડ્યું હતું. તેમજ વડોદરા પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને ગેરકાયદેસર કતાલખાને લઈ જવાતી ગાયો ભરેલા કન્ટેનરનો નજીકના પોલીસ મથકે કબજો સોંપ્યો હતો.