કઠલાલ પંચવટીથી નવોદય રહી નેશનલ હાઇવેને જોડતા ઉબડખાબડ રોડથી વાહન ચાલકો પરેશાન

કઠલાલ એ અજુ બાજુ ના ગામો નું મુખ્ય મથક છે અને અહીં મોટી સંખ્યા માં નાના મોટા ગામો માંથી વહેપારીઓ,વિદ્યાર્થીઓ અને દવાખાના ના કામો માટે અનેક લોકો આવતા જતા હોય છે ત્યરે અમદાવાદ તરફ ના ગામો માંથી અને ખાસ કરીને નવોદય તરફ જતા આવતા લોકો પંચવટી તરફ થી નેશનલ હાઇવે વાળા રોડ નો ઉપયોગ કરતા હોય છે અને આ રોડ કઠલાલ આવવા માટે ઓછા અંતર નો હોઈ તેમજ સિધોજ બસ સ્ટોપ અને રેલવે સ્ટેશન પાસે નો છે જેથી મોટાભાગ ના વાહનચાલકો આ રોડ નો ઉપયોગ કરે છે ત્યરે આ રોડ પર પડેલ નાના મોટા ખાડા અને ઉબડ ખાબડ રોડ ના કારણે વાહનચાલકો ને પરેશાની વેઠવી પડે છે તેમજ બાઇક જેવા વાહનો સ્લીપ થઈ જવાની પણ બીક રહ્યા કરે છે રોડ ઉબડ ખાબડ હોવાથી વાહનચાલકો ને ચોકડી તરફ રહી આવવું પડે છે જેને કારણે અંતર પણ વધી જાય છે ત્યારે વાહનચલોકો ને થતી પરેશાની દૂર કરવા અને સારા રોડ નો લાભ સૌ કોઈ ને મળે તે માટે વહેલી તકે આ રોડ બનાવાય તેવું વાહન ચાલકો ઇચ્છિ રહ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર દ્વારા ક્યારે આ રોડ નું કામ કરી વાહન ચાલકો ને પડતી તકલીફ દૂર કરી સારો રોડ બનાવાય છે
મકસુદ કારીગર,ખેડા-કઠલાલ