પુણેની યેરવાડા જેલમાંથી પાંચ કેદી નાસી છૂટ્યા

મહારાષ્ટ્રના પુણેની હાઈ પ્રોફાઈલ સિક્યોરિટી યેરવાડા જેલમાંથી 5 કેદી ફરાર થઈ ગયા છે. ગુરુવારે સવારે બિલ્ડિંગ નંબર-4ના પ્રથમ માળના રૂમ નંબર-5માંથી પાંચ કેદી ફરાર થઈ ગયા છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રૂમ નંબર-5ના કેદી બારીની ગ્રિલ કાપીને ફરાર થઈ ગયા હતા. ફરાર થયેલા આરોપીઓમાંથી ત્રણ આરોપી મકોકા (મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) હેઠળ કેસ દાખલ છે. તમામ આરોપી પુણેના જ રહેવાસી છે. જેલ અધિકારીના જણાવ્યા મુજબ, પુણે જિલ્લાના દૌંડ તાલુકનો રહેવાસી દેવગણ અજિનાથ ચૌહાણ, ગણેશ આજિનાથ ચૌહાણ, અક્ષય કોંડક્યા ચૌહાણ આ ત્રણેય આરોપી મકોકા હેઠળ દાખલ કરાયેલા કેસના આરોપી છે. દેવગણ અને ગણેશ બંને ભાઈ છે. આ ત્રણેય પર આઈપીસીની કલમ 395,396, 397 હેઠળ કેસ દાખલ છે.