થાનગઢમાં કોંગ્રેસ દ્વારા માસ્કનું વિતરણ કરાયું

થાનગઢ શહેરમાં માસ્ક ન પહેરનારા સામે તંત્રની દંડની તવાઈ ચાલી રહેલ હતી તે સમયે કોગ્રેસ દ્વારા મફત માસ્ક વિતરણ કરી લોકોને દંડ થી બચવા અપીલ કરાતા આશ્ચર્ય ફેલાયું હતું કોરોના ની વૈશ્વિક મહામારી એ હાહાકાર મચાવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં વધતા કેસો ની અસર થાનગઢમાં ન થાય તે માટે વાયરસનુ સંક્રમણ રોકવાના ભાગરૂપે માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે, જેની સાથે શહેરની બજારમાં માસ્ક વગર હરતા ફરતા લોકોને રોકીને પોલીસ દ્વારા રૂપિયા 200 નો મેમો આપીને દંડ ફટકારવામાં આવી રહ્યો હતો
તેમજ તંત્ર દ્વારા પણ માસ્ક પહેરવા બાબતે લોકોને સમજાવવામાં આવી રહ્યા હતા , તે સમયે શહેરનાં મુખ્ય ચોકમાં કોંગ્રેસ પ્રમુખ મંગળુભાઈ ભગત તથા વેપારી એસોસિએસન પ્રમુખ સુભાષભાઇ શાહ દ્વારા લોકોને માસ્ક બાબતે દંડ ન ભરવો પડે તેને ધ્યાને રાખીને નિ:શુલ્ક માસ્ક વિતરણ કરવામાં આવતા લોકો મફત માસ્કનો લાભ લેવા ઉમટ્યા હતા
માસ્કની સામે દંડ વસુલાત બાબતે લોકોમાં કચવાટ જોવા મળેલ કે નિયમનું પાલન જરૂરી છે પણ સરકારે દંડ સાથે માસ્ક આપવાની સકારાત્મકતા દાખવવી તેટલી જ મોટી જરૂરીયાત હતી ન પહેરનારા સામે કાયદાનો દંડો દેખાડી રૂ. 200 ની પાવતી ફાડી સરકારની તિજોરી ભરાશે પણ સાથે નજીવી કિંમતનું માસ્ક આપવાની ગોઠવણ કરી હોત તો લોકોનાં આરોગ્ય ની દરકાર જેવુ રહ્યુ હોત તેવો પ્રતિભાવ લોકો એ આપેલ હતો
માસ્ક નિયમના પાલનની અમલવારી ન કરતા આજે થાનમાં 50 થી વધુ લોકો પાસે થી દંડ ની રકમ વસુલવામાં આવેલ હતી તો ભાજપ શાસિત પાલિકા વાળા શહેરમાં તંત્રની દંડ વસુલવાની કામગીરી સમયે મફત માસ્ક વિતરણ કરી કોગ્રેસે દાવ મારતા લોકોમાં તરેહ તરહની ચર્ચા ઉઠી હતી.