કુનરીયામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ યોજાયો

ભુજ તાલુકાના કુનરીયા ગામે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમ અંતર્ગત દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કુનરીયા ગ્રામ પંચાયતના સરપંચશ્રી રશ્મિબેન છાંગા, આરોગ્ય મંદિરનો સ્ટાફ તથા ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ સાથે મળીને દીપ પ્રગટાવી વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
દીપ પ્રાગટ્ય દ્વારા સેવા, સુશાસન અને જનકલ્યાણના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોની ઉત્સાહભેર ભાગીદારી રહી હતી.