ભારતના એવા 5 રાજ્યો જ્યાં કોરોનાથી હજુ સુધી એક પણ મોત થયું નથ

મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં કોવિડ -19 નો ફેટલિટી રેટ પ્રથમ વખત 2.5% ની નીચે ગયો છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારત વિશ્વના સૌથી ઓછા મૃત્યુ દરવાળા દેશોમાં સામેલ છે. ભારતમાં 29 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો છે જ્યાં કેસની મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ (૨.49)%) કરતા ઓછો છે. કોવિડ -19 ને કારણે પાંચ રાજ્યોમાં એક પણ મોત નોંધાયું નથી. સીએફઆર 14 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોમાં 1% કરતા ઓછું છે. 2 જૂન સુધીમાં, ભારતમાં કોવિડ -19 નો ફેટલિટી દર 2.82% હતો. 10 જુલાઈએ તે ઘટીને 2.72% થઈ ગઈ હતી. યમન, બેલ્જિયમ અને યુનાઇટેડ કિંગડમ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ દર ધરાવે છે. ચાલો આપણે તે પાંચ ભારતીય રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો વિશે જાણીએ જ્યાં કોરોનાનું મૃત્યુ શૂન્ય છે. મણિપુરના 17 જિલ્લાઓમાં કોરોના, મોત એક પણ નહીં પૂર્વોત્તરના મણિપુરથી અત્યાર સુધી 1891 કેસ સામે આવ્યા છે. રાહતની વાત એ છે કે અંદાજે બે હજારથી ઓછા કેસ હોવા છતાં, રાજ્યમાં અત્યાર સુધી કોઈનો જીવ ગયો નથી. અહીં 709 એક્ટિવ કેસ છે જ્ચારે 1192 દર્દીઓ સારા થઈ ગયા છે. રાજ્યના 17 ગામોમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. નાગાલેન્ડમાં અત્યાર સુધી 432 થઈ ચુક્યા છે સારા મણિપુરના પડોસી એવા નાગાલેન્ડમાં પણ અંદાજીત 1000 કોરોના કેસ છે. ત્યાં કુલ 978 કોવિડ-19 કેસમાં 432 સારા થઈ ગયા છે અને હવે પોતાના પરિવાર સાથે છે. 546ની સારવાર હજુ પણ ચાલી રહી છે. નાગાલેન્ડના 10 જિલ્લા કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. કોરોના ફાઈટનું મોડલ બની ગયું છે સિક્કિમ સિક્કિમ લાંબા સમય સુધી દેશનું એ રાજ્ય બની રહ્યું છે જ્યાં કોરોનાનો એક પણ કેસ ન હતો. 23મે કોરોના પોઝિટિવ સૈન્ય દળોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. સિક્કિમના કોરોના દર્દીઓમાં મોટી સંખ્યામાં આર્મી અને પેરામિલિટ્રી ફોર્સિસના જવાનો છે. મિઝોરમમાં 284 કેસ, 0 ડેથ મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમની જેમ જ મિઝોરમમાં પણ કોરોનાના કારણે અત્યા સુધી એક પણ મોત નોંધાયું નથી. અહીં પણ કુલ કેસ 284 થઈ ગયા છે જેમાંથી 117 એક્ટિવ છે અને 167 લોકો ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 11.2 લાખની વસ્તી ધરાવતા મિઝોરમમાં હજુ સુધી કોઈ મૃત્યુ ન નોંધાતા લોકોમાં ઘણી રાહત છે. ભારતમાં સૌથી ઓછા કેસ પણ અહીં છે, આ છે અંદમાન અંદમાન અને નિકોબાર આઈલેન્ડમાં કુલ 198 કેસ મળી આવ્યા છે જેમાંથી 145 લોકો સારા થઈ ગયા છે. ત્યાં 53 કેસિસ હજુ પણ એક્ટિવ છે. અંદમાન અને નિકોબાર આઈસ્લેન્ડ દેશમાં સૌથી ઓછા કેસિસ ધરાવતા રાજ્યા/ કેન્દ્રશાસિત પ્રદેશ છે. અહીં કોરોનાથી અત્યાર સુધી કોઈના મોત થયા નથી.