PM મોદીનો મલેશિયા પ્રવાસ:”વિશ્વ ભારતને ભરોસાપાત્ર ભાગીદાર તરીકે જોઈ રહ્યું છે”

વર્ષ 2026ના પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે મલેશિયા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયને સંબોધતા ભારતની વધતી આર્થિક શક્તિ અને વૈશ્વિક વિશ્વાસ પર ભાર મૂક્યો હતો.PM મોદીએ જણાવ્યું કે આજે ‘વિશ્વાસ’ એ ભારતનું સૌથી મોટું ચલણ છે. યુકે, અમેરિકા અને યુરોપિયન સંઘ સાથે થયેલા વેપાર કરારો ભારત પરના આ વૈશ્વિક ભરોસાનું પરિણામ છે.ભારતીય સમુદાય એક સેતુ: મલેશિયામાં વસતા આશરે 29 લાખ ભારતીયોને તેમણે ભારત-મલેશિયા વચ્ચેના મજબૂત ‘સેતુ’ ગણાવ્યા.ખાસ કરીને સદીઓથી વસેલા તમિલ સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી.કોચીથી લઈને કુઆલાલમ્પુર સુધી ખાન-પાન, સંગીત અને ફિલ્મો બંને દેશોને એક તાંતણે જોડે છે.મલેશિયામાં ટૂંક સમયમાં ભારતનું UPI લોન્ચ કરવામાં આવશે.સાથે જ ભારતીય વિદ્યાર્થીઓ માટે ‘તિરુવલ્લુવર સ્કોલરશિપ’ની પણ જાહેરાત કરાઈ છે..