ભુજમાં ગૌવંશ પર કરાયો એસિડ હુમલો માનવીની માનવતા નેવે મુકાઇ ભુજના રાજગોર ફળિયા પાસે આવેલા રામેશ્વરમંદિર પાસે આ બનાવ બન્યો હોવાનો દાવો કરાયો.

ભુજ શહેરમાં અસામાજિક તત્વો દ્વારા ગૌવંશ ઉપર કરતાં હુમલાઓની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ગઇકાલે જ ગૌહત્યા માટે જાણીતા ભૂતેશ્વર વિસ્તારમાંથી ગૌવંશનું કતલખાનું ઝડપાયું અને પોલીસે બે શખ્સોની ૧૨૦ કિલો ગૌવંશના માસ સાથે ઝડપાયા હતા.ત્યારે આજે ગૌવંશ ઉપર એસિડ હુમલો કરાયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિકોનો દાવો છે. કે અંહી અવારનવાર ગૌવંશ ઉપર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અગાઉ આજ રાજગોર ફળિયા વિસ્તારમાં એકાદ માસ અગાઉ કોઈ અસામાજિક તત્વોએ ગાયના કાન કાપી લીધા હતા. ત્યારે ગત રાત્રે કે આજે વહેલી સવારે ગાય ઉપર એસિડ ફેકવામાં આવ્યું છે. ગૌવંશની હત્યા અને એસિડ હુમલાની દરરોજ બનતી ઘટનાઓથી ગૌભક્તો ભારે રોષની લાગણી ફેલાઈ છે. આ વિસ્તારમાંથી ગાયોને પકડવા માટે સ્થાનિક લોકોએ ભુજ નગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ ભુજ સુધારાઈ દ્વારા ઢોર પકડવામાં આવતા નથી જેના કારણે આવા અસામાજિક તત્વો ગૌવંશ ઉપર હુમલાઓ કરીને હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે. એક તરફ આ ગાય ઉપર એસિડ વડે હુમલો થયો હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે. તો બીજી તરફ આ ગાયને કોઈ બીમારી હોવાની વાતો પણ શહેરમાં થઈ રહી છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *