માત્ર ભુજ નહીં આખા કચ્છ જિલ્લામાં નકલી ઘી વેચાઈ રહ્યું છે, તંત્ર નિંભર

ભુજ બી ડીવીઝન પોલીસે પૂર્વ બાતમીના આાધારે ૯ લાખની કિંમતનો ઘીનો જથૃથો ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે. અલબત, લોકોમાંથી ઉઠતા સૂર અનુસાર ફક્ત ભુજ જ નહીં, કચ્છના તમામ તાલુકા માથકોએ ખૂલ્લેઆમ નકલી ઘીનો કારોબાર ચાલી રહ્યો છે. જેની સામે પગલાં લેવાના બદલે તંત્ર નિંભર બની લોકોના આરોગ્ય સાથે થતા ચેડાનો તમાશો નિહાળી રહ્યું છે.

શહેરના નવી જથૃથા બંધ બજારમાં પીંગલેશ્વર કોમ્પલેક્ષ ખાતે ટ્રક નંબર જી.જે.૭ એક્સ પ૭૧૬માં પોલીસે ચેક કરતા તેમાંથી નકલી ઘી ગોવાર્ધનના બે ડબા ૧પ કિલો ગ્રામ તેમજ સોનાઈ ઘી ૧પ કિલો ગ્રામના ત્રણ ડબા મળી આવ્યા હતા. ભુજના ટ્રક ડ્રાઈવર અબ્દુલ ઈબ્રાહીમ સંઘારની પૂછપરછમાં આ ઘીના ડબા હારવી ટ્રેડર્સના શેઠ િધંમત પુરૃષોત્તમ ઠક્કરના હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

ટ્રકમાંથી મળી આવેલા ઘી ડબાઓ અંગે પુછપરછમાં કોઈ બીલ કે આાધાર-પુરાવા મળી આવ્યા ન હતા તેાથી અન્ય જથૃથો ગોડાઉનમાં હોવાનું જાણવા મળતા િધંમત ઠક્કરના ગોડાઉનમાં દરોડો પડાતા સૃથળ પરાથી અલગ અલગ વનસ્પતી ઘી તેમજ ઘીના ડબ્બા મળી કુલ ૯,૦૬,૮૦૦ ના મળી આવ્યા હતા.  ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પીઆઈ આર.એમ.ખાંટના જણાવ્યા પ્રમાણે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા લાંબા સમયાથી આ કારસ્તાન ચાલતું હતું અને અત્યાર સુાધી કેટલા વેપારીઓને અને લોકોએ આ ઘી આરોગી લીધું હતું તે એક સવાલ ઉભો થાય છે. આવુ નકલી ઘી માત્ર ભુજમાં જ નહીં આખા અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉ, નખત્રાણા, મુંદ્રા સહિતના વિસ્તારોમાં પણ વેંચાતું હોવાની લોકોએ ફરિયાદ કરી છે ત્યારે આ બાબતે જવાબદાર અિધકારી તપાસ કરે તો અનેકના પગ નીચે રેલો આવે તેમ છે.