રાજકોટની કલેક્ટર કચેરીમાં સમીક્ષા માટે આવેલ વિજયભાઈ રૂપાણી દ્વારા નીચે મુજબના નિર્ણય લેવામાં આવ્યા
૧. કોરોના સામે જંગ લડવા રાજકોટને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વધારાના રૂ. ૫ કરોડ ફાળવવામાં આવ્યાં.
૨. સાતમ-આઠમ તથા બકરી ઈદ સહિતના તહેવારમાં જાહેર કાર્યક્રમો ન થવા જોઈએ.
૩. પરિસ્થિતિ નહિં સુધરે તો નવરાત્રીનું આયોજન નહીં થાય.
૪. રાજકોટમાં કાલથી કોરોનાના ડબલ ટેસ્ટિંગ કરવા તંત્રને આદેશ આપવામાં આવ્યો.
રીપોર્ટર :- રવિ લખાણી ,રાજકોટ