પંજાબના અમૃતસરમાં બટાલા અને તરનતારનમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મોત નીપજ્યાં છે. પોલીસે ઝેરી દારૂ બનાવનાર કેટલાક લોકોની ધરપકડ કરી છે. આ સાથે તરસિક પોલીસ સ્ટેશનના SHO ને સસ્પેન્ડ કરી દેવાયા છે. આ કેસમાં SITની રચના કરવામાં આવી છે, જે તમામ કેસોની તપાસ કરશે.આ કેસ વિશે માહિતી આપતાં ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું હતું કે પ્રથમ પાંચ મૃત્યુ 29 મી જૂને રાત્રે અમૃતસર ગ્રામીણ પોલીસ સ્ટેશન તરસિકના મુછાલ અને તગ્રામાં થઇ હતી. 30 જુલાઈની સાંજે મુછાલમાં શંકાસ્પદ સંજોગોમાં વધુ બે લોકોના મોત નીપજ્યાં, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.આ પછી મુછલ ગામે વધુ 2 મોત થયા હતા, જ્યારે બટાલા શહેરમાં 2 લોકોનાં મોત નીપજ્યાં. આજે ફરી બટાલામાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. એટલે કે બટાલામાં ઝેરી દારૂ પીવાથી કુલ 7 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સિવાય તરનતારનમાં 4 લોકોનાં મોત નીપજ્યાં છે.મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે મેજિસ્ટ્રેલ તપાસના આદેશ આપ્યા છે. તેની તપાસ જલંધરના વિભાગીય કમિશનરને સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ વિભાગીય કમિશનરને છૂટ આપી છે કે તેઓ કોઈપણ પોલીસ અધિકારી અથવા નિષ્ણાતની મદદ લઈ શકે છે. સીએમ અમરિન્દરે કહ્યું કે તપાસમાં દોષી સાબિત થનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસે ઝેરી દારૂના કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. આ ઘટનાને ધ્યાનમાં રાખીને મુખ્ય મંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે રાજ્યમાં કાર્યરત કોઈપણ દારૂ બનાવતા એકમો ઉપર સર્ચ ઓપરેશન શરૂ કરવા પોલીસને નિર્દેશ આપ્યા હતા.એસએસપી અમૃતસર-ગ્રામીણ દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT) ની તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ચાર વ્યક્તિઓ (જસવિંદર સિંહ, કાશ્મીર સિંહ, કૃપાલસિંહ અને જસવંત સિંહ) આજે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે