રાપરના મહિલા નગરપતિ કોરોનાની ઝપટમાં : કુલ ૧૬ નવા કેસ, એક મોત

content_image_e7e7dc18-de9e-4f29-814f-f55ff5bf6d6c

કચ્છમાં કોરોના ઝડપ દિન – પ્રતિદિન વાધી રહી છે જેની સામે કચ્છના આઈએએસ અિધકારીઓ નિયત્રંણ કરવામાં નિષ્ફળ બન્યા છે. આજે વધુ ૧૭ કેસ સાથે એક મોત નોંધાયું હતું, જેમાં રાપર નગરપાલિકાના મહિલા પ્રમુખ પણ પોઝિટિવ નોંધાતા હડકંપ મચી ગયો છે. તેઓ અમદાવાદ ખતે સારવારમાં હોવાથી તેમની ગણતરીના કચ્છના કેસમાં કરવામાં આવી નાથી.તેઓને ડાયાબીટીસ અને હાઈપર ટેન્શનની બીમારી હતી. આજે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે બીજીતરફ રાપરના નગરપતિ ગંગાબેન રમેશ શિયારીયા અમદાવાદ ખાતે છેલ્લા ચારદિવસાથી સારવાર લઈ રહ્યા છે.જ્યાં તેમનો કોવીડ-૧૯નો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવતા તેમના રાપરના નિવાસ સૃથાન આસપાસનો વિસ્તાર સીલ કરવા સાથે તેમના સંપર્કમાં આવેલા પરીવારજનો તેમજ આસપાસના ઘરના લોકોને ક્વોરન્ટાઈન કરાયા હતા. તેઓ છેલ્લા ૨૦ દિવસાથી નગરપાલિક કચેરીમાં ગયા ન હોવાથી પાલિકાના પદાિધકારી- કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઉપરાંત કચ્છમાં ૧૬ કેસ નોંધાયા છે જેમાં ભુજમાં સોનીવાડમાં રહેતા ૪૯ વર્ષના શકુંતલા ભગવાનદાસ રમણ, રામનગરીના ૬૪ વર્ષના પ્રતાપ સાથવારા તાથા આર્મીના ૩૮ વર્ષના જસપાલ સિંગનો સમાવેશ થાય છે. જ્યારે ગાંધીધામમાં ઈફકો કોલોનીના ૫૧ વર્ષના કમલેશ શાહ, બીપીસીએ કોલોનીના ૪૯ વર્ષના હરીશ તલરેજા, જુની સુંદરપુરીના ૭૪ વર્ષના કલ્યાણભાઈ પરમાર , સેક્ટર ૫ના આરતી દુબે તેમજ આદિપુરના વોર્ડ ૨એના ૨૯ વર્ષના ડો પ્રશાંત કલ્યાણી પોઝિટિવ આવ્યા છે . અંજારમાં કામાધેનું સોસાયટીના ૪૦ વર્ષના ડો. અમીત પટેલ, ભોપાવાડી વિસ્તારના ૫૮ વર્ષના અજીબેન હડીયા, ગાયત્રી ચાર રસ્તા પાસે રહેતા ૨૨ વર્ષના અજય વાડા સંક્રમણનો શિકાર ગયા છે. નલીયામાં ૨૦ વર્ષના વૃતિકા કોટક તાથા ૪૨ વર્ષના અશોક કોટક તેમજ ભચાઉમાં ફુલવાડીમાં રહેતા ૫૭ વર્ષના પરેશ ઠકકર , માંડવીના નવાપરાના ૪૦ વર્ષના કલ્પેશ ત્રિવેદી તેમજ મુંદરાના કુંભાર ફળીયાના ૬૫ વર્ષના આઈશાબેન પઠાણનો સમાવેશ ચેપગ્રસ્તોમાં થાય છે. આમ, કચ્છમાં આજે નોંધાયેલા વધુ એક મોત સાથે કુલ મોતનો આંક ૩૦ થઈ ગયો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ ૫૬૬, એક્ટીવ કેસ ૧૭૮ તાથા આજે ૧૦ લોકો સાજા થતા કુલ ૩૫૯ લોકો કોરોનાએ મ્હાત આપી દિાધી છે.