ભુજની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સના લીરે-લીરા ઉડયા

content_image_744eff30-6021-41b0-a73c-e6e6f7b043c8

રવિવારના દિવસે ભુજ શહેરમાં આવેલ બજાર વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.  શહેરના શરાફબજાર, જુની શાકમાર્કેટ, છઠ્ઠીબારી રીંગરોડ, તળાવ શેરી સહિતના વિસ્તારોમાં રક્ષાબંધનને લઈને ભીડ જોવા મળતી હતી. રાખડીની દુકાનો, કરીયાણા સહિતની દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતુ ન હતું. ટ્રાફીકના પોલીસ કર્મચારીઓ હોય કે ટ્રાફીક વોડન તે માત્ર પોઈન્ટ પર જ દેખાયા હતા. બજારમાં એક તરફ લોકો અને બીજી તરફ વાહનોને લઈને ટ્રાફીકજામ પણ સર્જાયા હતા. કોરોનાની મહામારીમાં આવી ભીડ સંક્રમણ વાધારે તો નવાઈ નહીં.