અમરેલી તાબેના મોટા લીલીયા ખાતેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૬ કિ.રૂ. ૪૬,૮૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા લીલીયા પોલીસ


ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ સદ્તર બંધ કરવા સારૂ ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએખાસ ઝુંબેશ ઉપાડેલ હોય જે અન્વયે તમામ પોલીસ અધિકારીઓને સુચના આપેલ હોય જેના ભાગ રૂપે આર.આર.સેલ, ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ.બાર સાહેબનીસુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો અમરેલી જીલ્લામાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે લીલીયા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ મોટા લીલીયા ગામ, રણજીતભાઇ જેતુભાઇ ધાધલના કબ્જા ભોગવટા વાળી વાડી/ખેતર ખાતે રેઇડ કરીને જુદી જુદી બ્રાંન્ડની વિદેશી દારૂની બોટલ નંગ-૧૫૬ કી.રૂા.૪૬,૮૦૦/-નો મુદામાલ ઝડપી પાડી રેઇડ દરમ્યાન હાજર નહિ મળી આવેલ ઇસમ રણજીતભાઇ જેતુભાઇ ધાધલ રહેવાસી-મોટા લીલીયા ગામ, જી.અમરેલીવાળા વિરૂધ્ધ પ્રોહી. એકટ તળે લીલીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં આર.આર.સેલ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી આર.એચ. બાર સાહેબની સુચના તથા માર્ગદર્શન મુજબ સ્ટાફના હેડકોન્સ. જીતેન્દ્રભાઇ મકવાણા તથા ડ્રાઇવર મહેન્દ્રભાઇ ભુવા તેમજ લીલીયા પો.સ્ટે.નો સ્ટાફ વિગેરે જોડાયા હતા.
એજાદ શેખ રીપોર્ટર