ભારે વરસાદના કારણે મુંબઈ જળબંબાકાર, લોકલ ઠપ્પ, ઓફિસો બંધ રાખવા આદેશ

મુંબઈમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને કિંગ સર્કલના રસ્તાઓ પર તો આશરે બે ફૂટ જેટલા પાણી આવી ગયા છે. તે સિવાય હિંદમાતા, સાયન, માટુંગા, ખાર સબવેમાં પણ પાણીનો ભરાવો થયો છે.બૃહદ મુંબઈ નગર નિગમના અહેવાલ પ્રમાણે મુંબઈ શહેરમાં છેલ્લા 10 કલાકમાં 230 મિમીથી વધારે વરસાદ નોંધાયો છે. અરબ સાગર પર ચોમાસુ સક્રિય થવાના કારણે સોમવારે પણ મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદની સાથે સાથે હાઈટાઈડની ચેતવણી પણ આપી છે. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે બપોરે 12:47 કલાકે મુંબઈમાં હાઈટાઈડ આવી શકે છે અને તે સમયે દરિયાની લહેરો ખૂબ જ ઉંચી ઉઠી શકે છે. દરિયાની આજુ બાજુ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ બીએમસી દ્વારા મુંબઈના અન્ય વિસ્તારના લોકોને પણ ઘરની બહાર ન નીકળવા કહેવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં તમામ 4 લાઈનો પર રેલ વ્યવહાર અટકી પડ્યો છે. તેના કારણે મુંબઈ લોકલની સર્વિસ ઠપ્પ થઈ ગઈ છે. ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 8 રૂટ્સ પર બસોનો રસ્તો બદલવામાં આવ્યો છે અને તેમને ડાઈવર્ટ કરીને બીજા રસ્તે ચલાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. બૃહદ મુંબઈ નગર નિગમ (બીએમસી)એ ભારે વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને છોડીને તમામ કાર્યાલયો અને સંસ્થાઓને આજે બંધ રાખવા આદેશ આપ્યો છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (આઈએમડી)એ મુંબઈ અને તેના ઉપનગરીય ક્ષેત્રોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાનની આગાહી કરતી એજન્સીઓના કહેવા પ્રમાણે આગામી બે દિવસમાં મહાનગર અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં વ