જખૌની આંતરરાષ્ટ્રીય જળ સીમા પર ઝડપાયેલા પાકિસ્તાનીઓ સામે અંતે ગુન્હો નોંધાયો.

કચ્છકેર tv ન્યૂઝ : ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમા જખૌ ખાતે એક મહિના અગાઉ પૂર્વે પાકિસ્તાની માછીમારોને ઝડપયા હતા. જેઓ સામે અંતે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડના મનોજ પાંડેએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. ૨૮-૧૨ના જખૌની આંતરરાષ્ટ્રીય જળ સીમા પર સીંગસીગાર નામની બોટમાં પાકિસ્તાની માછીમારો વગર મંજૂરીએ ભારતીય જળસીમામાં આવ્યા હતા અને મંજૂરી વગર માછીમારી કરતાં હતા. જેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછ બાદ આજ જખૌ મરીન પોલીસ મથકે પાકિસ્તાનના ઉમર બોરિયા ગામના અબ્દુલ મુનાફ ઇબ્રાહીમ, કાસમ હુસેન,આચાર સુમાર, શેરાલી મામદરહીમ,સલીમ ખુદાબક્ષ, અહમદ મામદ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામને ગુનહા સબબ જેઆઈસીમાં મોકલી દેવાયા છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *