વાસણભાઈ આહિરના હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશનમાં આવેલ શૌચાલયો બંધ હાલતમાં સત્વરે આ બાબતે પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ.
ભુજ તાલુકાનાં કેરા ગામનું બસ સ્ટેશન જેનું ઉદઘાટન વાસણભાઈ આહિરના હસ્તે કરવામાં આવેલ હતું જે સરકાર દ્વારા અધ્યતન ખર્ચે બસ સ્ટેશનની અંદર બનાવવામાં આવેલ શૌચાલય બંધ હાલતમાં છે. જેના કારણે અંહી આવતા જતાં લોકોને ઘણી મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. આ બસ સ્ટેશનનું જ્યારથી ઉદઘાટન થયું ત્યારથી આ શૌચાલય શોભાના ગાઠીયાની જેમ બંધ હાલતમાં પડેલી છે જેથી આ શૌચાલય તંત્રએ ખોલવા જોઈએ અને શૌચાલયની અંદર સાફસફાઇ થવી જોઈએ તેવી લોકમાંગ કરવામાં આવી હતી. તેમજ અંહી s.t. બસો પણ બસ સ્ટેશનની બહાર ઉભી રાખવામાં આવે છે. જેથી આ કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. અને પ્રજાને વાહન ચલાવવામાં અને આવવા જવામાં ઘણી તકલીફ થતી હોય છે. જેથી તંત્રએ શૌચાલયની સાથે આ બાબતે પણ ધ્યાન દોરવું જોઈએ. તેવી પણ લોકમાંગ કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.