વડાલા-ભદ્રેશ્વર માર્ગ પર ટ્રેઇલરે બાઇકચાલકને અડફેટે લેતાં પ્રાણપંખેરું ઊડી ગયું

ગઇકાલે મુંદરા તાલુકાના વડાલાથી ભદ્રેશ્વર જતા માર્ગ પરના રેલવે ફાટક પાસે યમદૂત સમા ટ્રેઇલરે મોટરસાઇકલ ચાલક 26 વર્ષીય રાજેશ છગનભાઇ કોળીને અડફેટમાં લઇ અકસ્માત સર્જતાં રાજેશને માથામાં ગંભીર ઇજા થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.  રવિવારે રાત્રે 8થી 8:45 દરમ્યાન વડાલાથી ભદ્રેશ્વર જતા રોડ પરના રેલવે ફાટક પાસે ભારેખમ ટ્રેઇલર નં. જી.જે. 12-બીડબલ્યુ 9193ના ચાલકે હોન્ડા ડ્રીમનીઓ મોટરસાઇકલ નં. જી.જે. 12-સીએચ 2554 વાળીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં’ કાર્ગો ઝૂંપડપટ્ટી-ગાંધીધામ ખાતે રહેતા મોટરસાઇકલ ચાલક રાજેશ કોળીને માથામાં ગંભીર પ્રકારની ઇજા થતાં તેનું મોત થયું છે. માથામાં ગંભીર પ્રકારની ઇજા થતાં તેનું મોત થયું છે. આ બાબતે મુંદરા મરિન પોલીસમાં રાજેશના પિતા છગનભાઇએ ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ પી.એસ.આઇ. એસ. એ. ગઢવી ચલાવી રહ્યા છે