અંજાર તાલુકાના ભીમાસર સીમ પાસે બાઇક સ્લિપ થઇ જતાં તેના ચાલક તપન સારુરામ ગુગોઇને માથામાં ઇજાના લીધે મોત થયું છે. , ગઇકાલે રાત્રે મૂળ આસામ હાલ ભીમાસરની જી.એસ.એમ. કંપનીની કોલોનીમાં રહેતા તપન ગુગોઇ?મોટર સાઇકલ નં. જી.જે. 12 બી.એ. 8040વાળી લઇને માલસામાન લેવા ગયો હતો ત્યારે ભીમાસરની સીમ નજીક ડી.કે. કંપની સામે બાઇક સ્લિપ થઇ જતાં તેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. 108 મારફત અંજારની સરકારી હોસ્પિટલમાં લઇ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.