9 વર્ષની બાળકી સાથે આધેડના અડપલાં કર્યાં, બાળકીએ બૂમાબૂમા કરતા ભાગી ગયો

રાજકોટ તાલુકાના હલેન્ડા ગામે રહેતી નવ વર્ષની બાળકી શનિવારે બપોરે કુદરતી હાજતેથી પરત તેના ઘરે જઇ રહી હતી. ત્યારે નિર્જન સ્થળે ગામના જ વિકૃત માનસ ધરાવતા રવજી ભીખાભાઇ સોલંકી નામના શખસે બાળકીને જકડી લઈ તેનાં કપડાં ફાડી નાખ્યા હતા. અને શારીરિક અડપલાં શરૂ કર્યા હતા. જેથી બાળકીએ હિંમત કરી બૂમાબૂમ કરતા લોકો દોડી આવતા રવજી સોલંકી ત્યાંથી નાસી ગયો હતો. બાળકીના માતા-પિતાની ફરિયાદને પગલે પોલીસે રવજીની ધરપકડ કરી ગામમાં જ સરભરા કરી હતી.