ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસરના અધ્યક્ષ સ્થાને સામાજીક કાર્ય અંતર્ગત સામાજીક સ્વૈચ્છિક સંસ્થાઓના વડા સાથે મિટિંગ યોજવામાં આવી.
ભુજ નગરપાલિકા મધ્યે ચીફ ઓફિસર નિતિન સાંગવાન ના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ,શ્રમદાન,સફાઈ,સ્વ્ચ્છતા અંતર્ગત નગરમાં કામ કરતી સામાજીક સ્વચ્છૈકી સંસ્થાઓ જેવી કે સ્વામિનારાયણ,લાઇન્સકલબ,રોટરી કલબ,માનવજયોત સહિત અન્ય સંસ્થાઓના વડાઓ સાથે મિટિંગ યોજી હતી. આ પ્રસંગે ચીફ ઓફિસરે જણાવેલ કે, નગરપાલિકા પોતાની ફરજથી જેટલું કામ થાય છે તે કરે છે પણ તમારા જેવી સામાજીક સ્વચ્છૈકી ના કાર્યકારોનો પણ અમને સાથ મળે તો સ્વચ્છતા,સફાઈ,શ્રમદાન,પ્રવૃતિઓ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો જલદીથી થઈ શકે, તેમજ શહેર સુંદર,સ્વચ્છ,હરવા-ફરવા લાયક બની રહે. તેમજ અન્ય લોકોપયોગી વિકાસ કામો કરવામાં સરળતા રહે. આ પ્રસંગે આ સંસ્થાઓના આગેવાનોએ ચીફ ઓફિસર સાથે મળીને કામ કરવા તેમજ તેઓએ જ્યાં પણ તેમની જરૂર હશે તો તેઓ ખડેપગે તૈયાર રહેશે તેવું જણાવેલ. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અશોકભાઇ હાથી,પ્રબોદભાઈ મુનવર સહિત નગરના અન્ય સામાજીક સ્વચ્છૈકી સંસ્થાઓના આગેવાનો હાજર રહ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.