ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફક્ત ૨ ઓક્ટોમ્બર અને ૩૦મી જાન્યુઆરી નિમિતે જ તંત્ર દ્વારા સફાઈ કરવામાં આવે છે.
૩૦મી જાન્યુઆરીના ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિતે ભુજ શહેરમાં દાદા-દાદી પાર્ક પાસે આઝાદી પછી તુરંત મુકાયેલી મહાત્મા ગાંધીજીની શહેરની એકમાત્ર પ્રતિમા આખું વર્ષ ધુળ ખાતી રહે છે. માત્ર બીજી ઓક્ટોમ્બર ગાંધીજીનાં જન્મજયંતિ અને ૩૦મી જાન્યુઆરી એટલે કે નિવાર્ણદિન નિમિતે જ તંત્રને ગાંધીજી યાદ આવે છે અડધી સદી જુની આ પ્રતિમાની દેખરેખના અભાવે મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર અવદશા થઈ છે. તેમજ આ પ્રતિમા પર ઘણી ધુળ પડેલી જોવા મળેલી છે.ગાંધીજીનાં નિર્વાણ દિન નિમિતે જ તંત્રને આ પ્રતિમાને સાફ સફાઈ કરવાની સૂઝ પડી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર tv ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર ૨૪ કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર ૭૨ અને ૭૩ ઉપર રાત્રે ૮:૦૦ થી ૮:૩૦ અને ૧૦:૩૦ થી ૧૧:૦૦ ચાલુ છે.